ધોરાજીમાં પતિએ પત્નીની હત્યા કરી

Written by

ધોરાજીની ચિસ્તિયા કોલોનીમાં રહેતા દંપતી વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો. આજે પત્ની ઘરની ગેલેરીમાં બેઠી હતી ત્યારે પતિએ ધક્કો મારતા ત્રીજા માળેથી પટકાતા પત્નીનું પ્રાણપંખેરૂ ઉડી જતા બનાવ હત્યામાં પલટાયો છે. આ અંગે ધોરાજી પોલીસને જાણ થતા જ દોડી આવી હતી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગઈકાલે સાંજે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી
પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીની ચિસ્તીયાનગર કોલીનીમાં રહેતી જીન્નતબેન અને તેમના પતિ ઇમ્તીયાઝભાઈ દલાલ વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી ઝઘડા થતા હતા. તેમજ ગઇકાલે સાંજે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થતી હતી. આ બોલાચાલીને કારણે પતિ ઈમ્તિયાઝે આવેશમાં આવી પત્ની જીન્નતબેન પોતાના ત્રીજા માળે આવેલા ઘરની ગેલેરીમાં બેઠા હતા ત્યારે ધક્કો મારી દીધો હતો. ત્રીજા માળેથી નીચે પટકાતા જીન્નતબેનનું મોત થયું હતું.

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *