થરાદ પંથકમાં આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે
થરાદની મુખ્ય નહેરમાં લુણાલ લોરવાડા પુલ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. થરાદ પંથકમાં રોજિંદા બનતી આ ઘટનાઓથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે
થરાદ પંથકમાં રોજિંદા આત્મહત્યા ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે
તે ઉપરાંત કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં લુણાલ- લોરવાડા મુખ્ય નહેરના પુલ પાસે મોટરસાયકલ અને આધારકાર્ડ પડેલ હોવાથી કેનાલમાં ઝંપલાવ્યું ની શંકાઓના આધારે નગરપાલિકા ના ફાયરબ્રિગેડ ને જાણ કરતાં તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને તરવૈયા સુલતાન મીરની ત્રણ કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યો હતો જોકે તેની ઓળખ થતાં તે કમાલી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું
Article Categories:
ગુજરાત