ભાવનગર-GST રેડ દરમિયાન અધિકારી પર હુમલો થતા ASP સહિત પોલીસ કાફલો દોડી આવ્યો

Written by

ભાવનગર બોગસ બીલિંગ મામલે GST દરોડા દરમિયાન GST અધિકારી પર હુમલો થતા ASP સફિન હસન તથા નિલમબાગ પોલીસ સ્ટાફ સાથે GST નું સર્ચ ઓપરેશન શરૂ કર્યુ

ભાવનગર નવાપરામાં ગઈકાલે જીએસટીની ટીમ બોગસ બીલિંગ મામલે મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નમ્બર 321મા તપાસમાં ગઇ હતી.આ સમયે કુખ્યાત યુ.વી ગ્રુપ ના વલ્લી હાલારી અને તેના માણસોએ જીએસટી અધિકારીઓને ધોકા ફટકારી ઢીકાપાટુનો માર માર્યો હતો આ ઘટનાએ  ગંભીર રૂપ ધારણ કર્યું છે અને સીજીએસટીએ આક્રમકતા દાખવી પાઠ ભણાવવા કડકાઈ દાખવી છે. આજે ફરી આ જ સ્થળે પોલીસના મસમોટા કાફલા સાથે ટીમ સીજીએસટીએ ઓપરેશન હાથ ધર્યું હતુ વલી હાલારી અને તેના મળતીયાઓ પર બોગસ બીલિંગ મામલે સિકંજો કસવામાં કોઈ પાછી પાની નહિ કરવાના મૂડમાં તંત્રવાહકો જણાતા નથી. એએસપી સફિન હસન સહિત નિલમબાગ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન હાથ ધરાતા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો હતો

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *