13 વર્ષે આરોપી ઝડપાયો:2009માં વડનગરની યુવતીને લઇને ભાગેલો શખ્સ સુરતથી ઝડપાયો, ખાનગી સ્કૂલમાં નોકરી કરતો હતો

Written by

આરોપી ભાગ્યા બાદ મહેસાણાનો કોઇ સંપર્ક કર્યો નહોતો

વડનગર ગ્રામ્ય વિસ્તારમાંથી 2009માં એક યુવતીને લલચાવી ફોસલાવી એક શખ્સ ભગાડી ગયો હતો. આ કેસમાં યુવતીના પિતાએ ખેરાલુના શખ્સ સામે અપહરણ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. જેને પોલીસે 13 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે.

આરોપી બે દિકરીઓનો પિતા પણ બની ગયો
સમગ્ર કેસમાં 13 વર્ષ અગાઉ ભાંગેલા આરોપીને ઝડપવા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને ખાનગી બાતમી અને ટેક્નિકલ શોર્સ દ્વારા માહિતી મળી હતી કે, આરોપી સુરતના કોઈ વિસ્તારમાં રહે છે અને ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેથી પોલીસ બાતમી મળતા સુરત જઇ છાપો મારી આરોપીને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને બે પુત્રીઓ પણ હોવાનું સામે આવ્યું હતું.

આરોપી ભાગ્યા બાદ એકવાર પણ મહેસાણા ન આવ્યો
આરોપીએ મહેસાણા જિલ્લો છોડ્યા બાદ 13 વર્ષમાં એક પણ વખત મહેસાણા આવ્યો ન હતો અને એક પણ સ્થાનિક વ્યક્તિ સાથે સંપર્ક રાખ્યો ન હતો. આથી પેરોલ ફ્લો સકોર્ડ તેને પકડવા માટે સતત બે વર્ષ સુધી મહેનત કરી તેનું પરફેક્ટ લોકેશન મેળવી તેણે બાદમાં ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *