પાલનપુર- અમદાવાદ હાઈવે પર મહેસાણાના મોઢેરા ચાર રસ્તા ઉપર રાજ્યના સૌથી મોટા રૂ. 147 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન અંડરપાસ શરૂ કરાતાં ઘણા વર્ષોથી હાઇવે પર સર્જાતી માથાના દુ:ખાવા સમાન ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે મોઢેરા ચોકડી પર રૂ.147 કરોડના ખર્ચે નિર્મિત એક કિમી લાંબા સરદાર પટેલ અંડરપાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
પાલનપુર- અમદાવાદ હાઈવે પર મહેસાણાના મોઢેરા ચાર રસ્તા ઉપર રાજ્યના સૌથી મોટા રૂ. 147 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન અંડરપાસ શરૂ કરાતાં ઘણા વર્ષોથી હાઇવે પર સર્જાતી માથાના દુ:ખાવા સમાન ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે. પોણા બે વર્ષની સતત કામગીરી બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંડરપાસનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મુકતાં વાહનચાલકોએ અહીંથી પસાર થતાં ખુશી વ્યક્ત કરી હતી. મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહેસાણા શહેરને આજે ગુજરાતના સૌથી મોટા અંડરપાસની ભેટ મળી છે, જે આ શહેરનું ઘરેણું છે તેમ જણાવી દેશમાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી હકારાત્મક દિશામાં કામ કરી રહી છે તેમ ઉમેર્યું હતું. મહેસાણામાં નવી સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરાશે. ટેન્ડર મંજૂર થઈ ગયું છે. આ પ્રસંગે જિ.પં. પ્રમુખ પ્રહલાદ પરમાર, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, ધારાસભ્યો અજમલજી ઠાકોર અને કરશન સોલંકી, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પી.આર.પટેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત હાજર રહ્યા હતા.