કાંકરેજ : કસરા ગામે ગ્રામપંચાયત કચેરીના મરણના દાખલા આધારે એજન્ટો દ્વારા કૌભાંડ

Written by

કાંકરેજ તાલુકાના કસરા ગામે ગ્રામપંચાયત કચેરીના મરણના દાખલા આધારે એજન્ટો દ્વારા કૌભાંડ.

કાંકરેજ તાલુકાના કસરા ગામે ગ્રામ પંચાયત કચેરીના મરણના દાખલા આધારે એજન્ટો દ્વારા કૌભાંડ થયાની રાડ જોવા મળી રહી છે. જીવલેણ બીમારી હોય તેવા લોકોના ખાતા ખોલાવી દસ્તાવેજ, ATM એજન્ટ પોતાની પાસે રાખતો હોવાથી પોતાનો સ્વાર્થ પૂરો કરી શકે છે. ગામના ઠાકોર રમેશજી રૂપસીજી તેમજ ઠાકોર પ્રબતજી બાબુજી બંને વ્યક્તિ જીવિત હોવા છતાં બેંકોમાં એમના નામના વીમા પાસ કરાવી, એજન્ટ ઠાકોર જયંતિજી બાબુજી અને કમસીભાઈ દેસાઈ દ્વારા બેંકોમાં OTP માટે પોતાના મોબાઈલ નંબર આપી છેતરપિંડી કરતાં ગામના લોકોમાં કુતુહલ સર્જાયું હતું. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં તપાસ કરવામાં આવે તો આવા અનેક એજન્ટ દ્વારા બેંકોમાં કૌભાંડ થયાની રાડ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. કસરા ગામના મરણના દાખલા હોવા છતાં સરપંચ તેમજ તલાટી ક્રમમંત્રી પણ આ વાતથી વાકેફ છે. પંચાયતનામાં અરજદાર જીવિત હોવા છતાં મરણના દાખલા આધારે બેંકો પેમેન્ટ ચુકવણું કરતી હોય છે. તો આખરે જવાબદાર કોણ ? બનાસકાંઠા જિલ્લામાં વધુમા વધુ કાયદેસરની તપાસ કરવામાં આવે તો, અનેક જગ્યાએ કૌભાંડ થતાં અટકાવી શકાય. આવા તત્વો સામે કાર્યવાહી કરવા માટે માંગણી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારત સરકારના પ્રધાનમંત્રી સુરક્ષાવીમા યોજનાનો લાભ મળી શકે તેવા આસયથી વીમાયોજના બનાવેલ છે. જેમા નજીવા પ્રીમિયમથી ખાતું ખોલી વારસદારને બે લાખ અપાય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામા એજન્ટો દ્વારા અશિક્ષિત લોકો સાથે છેતરપિંડી થતાં હડકંપ મચી જવા પામ્યો છે. આ વીમાની રકમ એજન્ટો દ્વારા ચાઉં કરી જવાની રાડ જોવા મળી રહી છે. કાંકરેજ તાલુકાના કસરા ગામે આવી જ ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે.

https://www.youtube.com/watch?v=25BEdJQST9I

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *