માણસા તાલુકામાં ખરણા પાટિયા પાસે બે એસટી બસ વચ્ચે અકસ્માતમાં 25થી વધુ મુસાફરો ઘાયલ થતા માણસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
જૂનાગઢ – વડગર અને સિદ્ધપુર-ક્રૃષ્ણનગર એસટી બસ વચ્ચે અકસ્માત થતા ભારે ટ્રાફિક જામ થયો હતો. આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને એસટી બસમાં રહેલા ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભયાનક અકસ્માતના પગલે બંન્ન બસોને મોટું નુકસાન થયું હતું. 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ભારે ટ્રાફિક જામ થતાં રસ્તો બંધ કરીને અન્ય વાહનોને ડાયવર્ટ કરી દેવાયા હતા. અકસ્માતની જાણ થતાં માણસા પોલીસનો સ્ટાફ તેમજ માણસા એસટી નીગમ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
Article Categories:
ગુજરાત