કપડવંજ રૂલર પોલીસ સ્ટેશનના કલમ ૧૨ મુજબના પોસ્કોના ગુનામાં નાસ્તા ફરતો આરોપી સુનિલ ગોવિંદભાઇ પરમાર સગીર વયની દીકરીને લલચાવી, ફોસલાવી, પટાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરીને લઇ ગયેલ છે
કપડવંજ રૂલર પોલીસ સ્ટેશનના પાર્ટ એ. ગુના નંબર : ૧૧૨૦૪૦૨૮૨૨૦૧૬૭/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ તથા પોસ્કો કલમ ૧૨ મુજબના ગુનાનો આરોપી સુનિલ ગોવિંદભાઇ પરમાર રહે. રમતલાવડી, તાલુકો- કપડવંજ, જીલો-ખેડા રાજ્ય-ગુજરાત.
ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર ૧૬ વર્ષ જન્મતારીખ ૦૫/૦૯/૨૦૦૫ છે. જેને ૨૪/૦૫/૨૦૨૨ના રોજ઼ સાંજના રહે. રમતલાવડી, તાલુકો- કપડવંજ, જીલો ખેડા, રાજ્ય ગુજરાત ખાતેથી ભોગ બનનારને સગીર વયની દીકરીને લલચાવી, ફોસલાવી, પટાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરીને લઇ ગયેલ છે.
આરોપી પાંચ મહિનાથી તપાસ કરતા મળી આવેલ ન હોઈ અને જે તે જિલ્લામાંથી કે તાલુકામાંથી માહિતી આપનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે. અને કોઈને પણ માહિતી મળે તો ખેડા કંટ્રોલ રૂમ અને કપડવંજ રૂલર પોલીસ સ્ટેશનનો કોન્ટેક કરવો તેમજ માહિતી આપનારનુ નામ ગુપ્ત રાખવામાં આવશે.