બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લમ્પી વાયરસને લઈને જે બાધા રાખી હતી. તે બાધા પૂર્ણ કરવા માટે ભાભર થી ચાલીને ધરણીધર ધામમાં આવી પહોંચ્યા હતા.
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લમ્પી વાયરસને લઈને જે બાધા રાખવામાં આવી હતી. તે બાધા પૂર્ણ કરવા માટે ભાભર થી ચાલીને ધરણીધર ધામમાં આવી પહોંચ્યા હતા અને ધરણીધર ભગવાનને ધજા ચડાવી બાધા પૂર્ણ કરી હતી.
જો કે સુઈગામ, વાવ અને ભાભર એમ ત્રણેય તાલુકાની જનતાનો સાથ લઈને આ પગપાળા યાત્રા યોજવામાં આવી હતી. સ્થાનિક જનતાએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. લમ્પી નામના રોગે કહેર મચાવ્યો હતો. ત્યારે ગાયોને લંપી રોગથી મુક્તિ મળે તે હેતુથી ગેનીબેન ઠાકોર દ્વારા માનતા રાખવામાં આવી હતી. જે લંપી રોગના ઝપેટામાંથી ગાયો મુક્ત થઈ છે ત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા માનતા પુર્ણ કરવા પગપાળા યાત્રા યોજી હતી. આ ગૌ સંવેદના પગપાળા યાત્રામાં ભારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.