Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

બેચરાજી વિધાનસભા મત વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઇ,

Written by

૨૩-બેચરાજી વિધાન સભા મતદાર વિભાગ અને ખાસ જમીન સંપાદન અધિકારી યુનિટ-૧, મહેસાણા જિ.મહેસાણા દ્વારા વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણીની નોટીસ જાહેર કરી છે.

૧. ચૂંટણી અધિકારી, ૨૩-બેચરાજી વિધાનસભા મતદાર વિભાગ અને ખાસ જમીન સંપાદન અધિકારી યુનિટ-૧, મહેસાણાની કચેરી, અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૨૩-બેચરાજી વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, બેચરાજીને ખાસ જમીન સંપાદન અધિકારી યુનિટ-૧, મહેસાણાની કચેરી, ત્રીજો માળ, બ્લોક નં.૩ જિલ્લા સેવા સદન, મહેસાણા ખાતે તા.૧૦/૧૧/૨૦૨૨ થી તા.૧૭/૧૧/૨૦૨૨  સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રાજાના દિવસ સિવાય) સવારના ૧૧:૦૦ વાગ્યાથી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરા ઉમેદવારી પત્રો મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે.

૨. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૮/૧૧/૨૦૨૨ (શુક્રવાર) ના રોજ સવાર ના ૧૧:૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, ભોયતળીયે, બ્લોક બ્લોક નં.૩, જિલ્લા સેવા સદન, મહેસાણા ખાતે હાથ ધરવામાં આવશે.

૩. તા.૨૧/૧૧/૨૦૨૨ (સોમવાર) ના બપોરના ૩:૦૦ વાગ્યા પહેલાં ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઈ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે.

૪. ચૂંટણી લડાશે તો મતદાન તારીખ ૦૫મી ડીસેમ્બર, ૨૦૨૨ (સોમવાર) ના રોજ સવારના ૮:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન થશે તેવું ચુંટણી અધિકારી નિઘિ સિવાચ અને ખાસ જમીન સંપાદન અધિકારી યુનિટ-01 મહેસાણાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *