અમરેલીમાં ભાજપના કાર્યાલયમાં કોંગ્રેસના પરેશ ધાનાણી પહોંચ્યા, પરેશ ધાનાણીએ જીત માટે લીધા ભાજપ નેતાઓના આશીર્વાદ

Written by

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા ભાગદોડ કરી રહ્યા છે. ત્યારે અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દિલીપ સંઘાણી, પરષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયાના આશીર્વાદ લીધા હતા. સાથે ચાની ચુસ્કી લીધી હતી.

 

ગુજરાતમાં રાજકારણનો માહોલ જામ્યો છે. પક્ષો એકબીજાની સામે બોલવામાં કાંઇ બાકી રહેવા દેતા નથી. ત્યારે તંદુરસ્ત રાજકારણની અદભૂત તસવીર સામે આવી છે. અમરેલી જિલ્લામાં પ્રચારનાં અંતિમ દિવસે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ ભાજપ કાર્યાલય પહોંચીને ચાની ચૂસકી લીઘી હતી. પરેશ ધાનાણીએ રાજકીય દાવપેચ ભૂલીને ભાજનાં દિગ્ગજ નેતાઓ સાથે હળવાશની પળો માણી હતી.

 

અમરેલી જિલ્લાનાં તંદુરસ્ત રાજકારણની વાતની જોરદાર ચર્ચા થઇ રહી છે. ત્યારે પરેશ ધાનાણી અને તેમના નાનાભાઇ શરદ ધાનાણી ભાજપ કાર્યાલય પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે, પરશોત્તમ રૂપાલા, ગોરધન ઝડફીયા અને દિલીપ સંઘાણી બેઠા છે. તેથી તેઓ તરત જ કોઇપણ સંકોચ વગર ભાજપ કાર્યલયમાં ગયા હતા. જે બાદ તેઓએ ભાજપનાં નેતા સાથે બેસીને ચાની ચૂસકી પણ માણી હતી અને પોતાની જીત માટે આશીર્વાદ પણ લીધા હતા.

https://www.youtube.com/watch?v=T2Wc9d7_drc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *