ચડાસણા પાટિયા પાસે સર્જાયો અકસ્માત,

Written by

 

            માણસા તાલુકા ના ચડાસણા પાટિયા પાસે કારે બાઈક ચાલકને ટક્કર મારતા  ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે  ઇજાગ્રસ્ત યુવકને સારવાર અથેં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો…..

માણસા તાલુકાના ચડાસણા પાટીસા પાસે બલેનો કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો હતો….શૈલેષભાઇ અમરતભાઇ પટેલ ગાડી લઇને જ્યારે તેમનો ભત્રીજો હર્ષ બાઇક લઇને ચડાસણા પાટીસા પાસે આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જઇ રહ્યા હતા….તે દરમ્યાન મહેસાણા-વિજાપુર હાઇવે પર ચડાસણા પાટીસા પાસે વિહાર ચોકડી તરફથી આવતી જીજે 02-સીપી-4089 નંબરની બલેનોના કાર ચાલકે પૂરઝડપે કાર હંકારી બાઇકને ટક્કર મારતા યુવક હંવામાં ફંગોળાયો હતો…જેમાં હર્ષ પટેલને મોઢે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી…ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો….અકસ્માતની સમગ્ર ઘટના પેટ્રોલ પંપના કેમેરામાં કેદ થઇ હતી….બનાવ અંગે ઇજાગ્રસ્તના કાકાએ માણસા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

https://youtu.be/pKOyUniVCY4

Article Categories:
માણસા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *