બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ એક બાજુ ખેડૂતોની જીવા દોરી સમાન સાબિત થઈ છે ત્યારે બીજી બાજુ મોતની કેનાલ પણ સાબિત થઈ છે ત્યારે આ કેનાલમાં વારે ઘડીએ લોકો આપઘાત કરતા હોય છે જેના કિસ્સા અવર નવર સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો થરાદ તાલુકાના ભાપી પુલિયા પાસેથી માતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો થરાદ નગરપાલિકાને જાણ કરતા થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ભારે જહમતબાદ ફાયર વિભાગના ઓફિસર વિરમજી રાઠોડ સહિતના જવાનોએ જેહમત ઉઠાવી બંનેના મૃત્યુ દેહને બહાર નીકળ્યો હતો નર્મદાની મુખ્ય કેનાલમાં મોટરો ચાલુ હોવાના કારણે સાય્ફર પર ફસાયેલા બંને મૃત્યુદર ને ફાયર ભાગના જવાનો દ્વારા ભારે હિંમત અને સાહસ થી બહાર નીકળી અને તેના વાલી વારસો ને સોંપવામાં આવ્યો હતો બનાવને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો