ડીસા ભીલડી હાઇવે પર બે અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા

Written by

ડીસા ભીલડી હાઇવે પર અકસ્માતનો સિલસિલો જોવા મળી રહ્યો છે જેમાં ગતરોજ ડીસા નજીક ના આખોલ ઓવર બ્રિજ પર પલ્સર બાઈક નો જ્યારે લોરવાડા નજીક ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બન્ને અકસ્માત માં સારવાર દરમિયાન બંને આશાસ્પદ યુવાનો નું  મોત થતાં સમગ્ર પંથકમાં શોક ની લાગણી છવાઈ ગઈ છે

આ અંગેની વિગતો જોઈએ તો રવિવારના બપોરના સમયે બે મિત્રો ભીલડી થી ડીસા તરફ પલ્સર બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન આખોલ ઓવરબ્રિજ નજીક વળાંકમાં પલ્સર બાઈક ડિવાઇડર સાથે અથડાતા બન્ને મિત્રો ને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જે પૈકી પ્રતિકભાઈ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઉપરાંત વધુ એક અકસ્માત સોમવારની બપોરે લોરવાડા નજીક થયો હતો જેમાં ડીસા થી ભીલડી તરફ ટ્રેક્ટર લઈને જઈ રહેલા રમેશભાઈ ભેમાભાઈ દેસાઈ રહે પાલડી જેઓ લોરવાડા બ્રિજ ઉતરતા પાછળથી પુર ઝડપે આવી રહેલા ટ્રેલરે ટક્કર મારતાં ટ્રેક્ટર સવાર રમેશભાઈ દેસાઈ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલમાં આઇસીયુ માં ખસેડાયા હતા જેઓ નુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ આમ ડીસા ભીલડી હાઇવે ઉપર બે દિવસ ના બે અકસ્માતોમાં બંને આશાસ્પદ યુવાનોનું મોત થી સમગ્ર પંથક અરેઆટી વ્યાપી જવા પામી છે

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *