વાવી સદા મેં ભીની ભીની લાગણીઓ
ઉઘી કેમ નહીં ત્યાં લીલાછમ કુંપણો
વૃક્ષ આપણી લાગણીઓ જેવું હોય છે જો લાગણી રૂપી બીજ આપણે આપણા મન માં રોપીશું તો મન માં લીલાછમ કુંપણો ખુશી અને સારા જીવન નાં ફૂટશે તેમ જ જો વૃક્ષો વાવીશું તો લીલાછમ જીવન ના જેમ આપડી પૃથ્વી પણ લીલીછમ બનશે અને આપણા સ્વાસ્થ્ય ને પણ સારુ રાખશે. ત્યારે અત્યારે ઘણા વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ તેમ રેહવા માટે જગ્યા ઓછી પડી રહી છે જેના કારણે હવે બીલ્ડીન્ગ્સ રેસિડેન્શિયલ એરિયા બનાવવા માટે જંગલો કાપવામાં આવે છે જેના કારણે વૃક્ષો ઓછા થવા લાગ્યા છે ત્યારે ભારતીય સરકાર પણ વૃક્ષ વાવવાનું અને વૃક્ષો નું જતન કરવાના ઘણા પ્રયોગો કરે છે જેમ કે વૃક્ષારોપણ.
આવો જ એક નવતર અભિયાન LIVE24 NEWS ધ્વારા વિશ્વબંધુ જાગૃતિ મિશન NGO સાથે મળીને કરવા જઈ રહ્યું છે. જેમાં નીતિ આયોગ ભારત સરકાર અને ISO માન્ય વિશ્વ બંધુ જાગૃતિ મિશન ધ્વારા કડી કલોલ તાલુકા કેમ્પેઈન માં ઔદ્યોગિક એકમોની સ્થાનિક CSR કમિટીને જોડી પર્યાવરણ સરક્ષણની કામગીરીમાં પર્યાવરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર કંપનીના અધિકારીશ્રીઓ તેમજ ધાર્મિક, શેક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓનું સ્થાનિક CSR કમિટીના સહયોગ થી સન્માન કરવામાં આવનાર છે.
વિશ્વ જાગૃતિ મિશન વિષે થોડું જાણીએ તો વિલેજ ડેવલપમેન્ટ જાગૃતિ અભિયાન અંતર્ગત પર્યાવરણ બચાવો અંગે વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ના રોજ ગ્રીન ક્લીન કડી કલોલ કેમ્પેઈન માં ૧૦૦૦ થી પણ વધારે ઔદ્યોગિક એકમોની સ્થાનિક CSR કમિટીને જોડી પર્યાવરણ સરક્ષણની કામગીરી કરવા બાબતે નગર ને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે પ્રધાનમંત્રી સમયદાન સેવા સંકલ્પ ૧ વૃક્ષ ઉછેર મિશન ૨૦૨૪ નું આયોજન થઇ રહ્યું છે જેમાં વિલેજ ડેવલેપમેન્ટ જાગૃતિ અભિયાન ને સરકાર ધ્વારા સન્માનિત થવા જઈ રહ્યા છે.
ત્યારે આપણા ગુજરાત ના માનીનીય મુખ્યમંત્રી ધ્વારા વિશ્વબંધુ જાગૃતિ મિશન NGO સનમાનિત થવા જઈ રહ્યું છે.