રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. દક્ષિણ અને મધ્યગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. જો કે ચોમાસાના પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારના ભોરિંગને ઉજાગર કર્યું છે. વરસાદમાં સુરત તંત્રની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
એક મહિના પહેલાં જ શરૂ થયેલા બ્રિજની દૂરદશા
હજી એક મહિના પહેલાં જ શરૂ થયેલા બ્રિજની દૂરદશા જોવામાં આવી રહી છે.સુરતમાં છેલ્લા ઘણાં સમયથી વરિયાવ બ્રિજ ચર્ચામાં રહ્યો છે. જેને હજી તો ખુલ્લો મુકવાને 1 મહિનો જ થયો છે સુરત મનપાના કરોડોના ભ્રષ્ટાચારની કુદરતે પોલ ખોલી નાખી છે. 118 કરોડના ખર્ચે બનેલો બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. 118 કરોડનો બ્રિજ 42 દિવસમાં જ ક્ષતિગ્રસ્ત થયો છે. વેડ-વરિયાવ બ્રિજ પર પહેલા જ વરસાદે ભ્રષ્ટાચારના ગાબડા પડવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે, 18 મેના રોજ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતુ. 1496 મીટર લંબાઈ ધરાવતા બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા સામે આવ્યા છે. સુરત શહેરમાં બનેલા 120મા બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડને લઈને લોકોએ પણ આકરા સવાલો કર્યા છે.
પ્રથમ વરસાદે જ બ્રિજનો ભાગ બેસી ગયો
સુરતમાં એક મહિના પહેલા જ જે બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો તે પ્રથમ વરસાદે જ બેસી ગયો છે. ત્યારે પૂલના કામમાં ગેરરીતિ થઇ હોવાની ચર્ચાઓ સ્થાનિક લોકોમાં જાગી છે. પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં 1 મહિના પહેલા જ કતારગામ અને વરીઆવને જોડતો બ્રિજ જનતાની સેવા માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ સીઝનના પ્રથમ વરસાદે જ ગુરુકુળથી વરીયાવ તરફનો ભાગ બેસી ગયો છે. નવોનક્કોર બ્રિજ અચાનક બેસી જતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકોમાં ભયનો માહોલ છે. તો બ્રિજમાં નરી આંખે દેખાય એવી તિરાડ પણ પડી ગઇ છે, જેના પરથી એવું પણ લાગી રહ્યું છે કે આ બ્રિજને કારણે ગમે ત્યારે ગંભીર દૂર્ઘટના સર્જાઇ શકે છે. તેવી હાલતમાં હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી
સુરતમાં પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી છે. વેડ-વરિયાવ બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે. એક મહિના પહેલા જ બ્રિજને ખુલ્લો મુકાયો હતો. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનો ભાગ પ્રથમ વરસાદમાં બેસી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. બ્રિજનો ભાગ બેસી જતા અધિકારીઓ દોડતા થયા છે. હજુ તો ચોમાસા ની શરૂઆત થઇ છે ત્યારે હવે આગળ તો હજુ ૨ થી ૩ મહિના ચોમાસું ચાલવાની છે ત્યારે આવા કેટલ પુલ સામે આવે છે અને કેટલી તંત્ર ની બેદકારી સામે આવે છે એ જોવું રહ્યું.