સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો છે. ક્યાંક ખેતરો તો ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે બાયડ તાલુકા સહિત સાઠંબા પંથકમાં ૨૪ કલાકમાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ધામણી નદી પર આવેલા લાંક ડેમના બે દરવાજા ખોલાયા છે.ઉપરવાસના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ
સતત ત્રણ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે અરવલ્લી જિલ્લાને પાણીથી તરબોળ કરી દીધો છે. મોડાસા સહિત અનેક શહેરોના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.છેલ્લા ૨૪ કલાકમાં સાઠંબા પંથકમાં ૫.૫ ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતાં નજીકમાં ધામણી નદી પર આવેલા લાંક ડેમના બે દરવાજા ૩૦ સે મી જેટલા ખોલવા પડ્યા છે. ૯૦૦ ક્યુસેક જેટલું પાણી ધામણી નદીમાં છોડવામાં આવનાર છે જેથી અસર પામનારા બાયડ તાલુકાના લાંક, ધીરપુરા, ડેમાઈ , વાંટડા, કાવઠ વગેરે ગામો તથા કપડવંજ તાલુકાના લોટીયા, અસોડા, વઘાસ, લાડુજીના મુવાડા, પીરોજપુર, બાપુજીના મુવાડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા વહિવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.