ધોરાજીના રોડ રસ્તા મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ બાદ ધોરાજીના રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની ચૂકી છે ત્યારે લોકો ને, રાહદારીઓ અને વાહન ચાલકો ને હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે લોકોનો આક્ષેપ છે કે તંત્ર ની બેદરકારીને કારણે રસ્તાઓ રિપેર કરવામાં આવતા નથી
રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું
ધોરાજી માં ઉબડ ખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે ધોરાજી શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકા કારોબારી પૂર્વ ચેરમેન જગદીશ રાખોલીયા ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ધોરાજી શહેરમાં તહેવારોના સમયે રીપેરીંગ નથી થયા હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે વહીવટ દારના શાસનમાં લોકો હેરાન છે સ્થાનિક ભાજપના નેતાઓ રોડ રસ્તા મુદ્દે મૌન સેવી રહ્યા છે અને અધિકારીઓ છે તે ભાજપના સ્થાનિક નેતાઓનું ગાંઠતા ન હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે ત્યારે ભાજપ ના શહેર પ્રમુખે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા અને ફગાાવ્યા હતા અને કહ્યું હતું કે ભાજપ વિકાસની વાતોમાં માને છે તહેવારોને ધ્યાને લઈ અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદારને પણ સુચના આપી દેવામાં આવી છે અને રોડ રસ્તા જન્માષ્ટમીના તહેવાર પહેલા થાય તે માટે તાકીદ પણ કરી દેવાય છે