હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હજુ ગુજરાતના 6 જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે.
વરસાદ બન્યો મુસીબત
ગુજરાતમાં છેલ્લા 72 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ગુજરાતના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અનેક જિલ્લાઓમાંથી તારાજીના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓ સહિત મહાનગરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે રાજ્યના 800થી વધુ માર્ગો બંધ થતાં અને ગામોનો સંપર્ક તુટતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગે વધાર્યું ટેન્શન
ગુજરાતમાં પડી રહેલા વરસાદને હવે નવો વેગ મળ્યો છે, હવામાન વિભાગે હજુ ટેન્શન વધારતી આગાહી કરી છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર હજુ પણ ગુજરાતને ભારે વરસાદથી છુટકારો મળી શકે તેમ નથી. આજની આગાહી અનુસાર 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે.