Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

ભરૂચ જીલ્લાની GIDCમાં આવેલ કંપનીઓ બની બેદરકાર

Written by

ભરૂચ જિલ્લાના ઝગડીયા જીઆઈડીસી સ્થિત પ્રિવી સ્પેશ્યાઆલિટી નામની કંપનીની બહાર પ્રદુષિત માટી જોવા મળતા GPCB ના અઘિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

કંપનીઓની બેદરકારી 

હાલ ચોમાસા દરમિયાન ઝગડીયા તાલુકાના ઉદ્યોગોને ફાવતું મળી જતું હોઈ છે જેનો લાભ લઈ પ્રદુષિત કચરો જાહેર મા ઠાલવી રહ્યા છે ઉદ્યોગોને જાણે કોઈનો ડર રહ્યો નથી તેમ જાહેરમા પ્રદુષણ ફેલાવી રહ્યા છે અનેક કંપનીઓ અવારનવાર વિવાદોમા રહેતી હોય છે ઝગડીયા GIDC મા આવેલ પ્લોટ નંબર 765 મા સ્થિત પ્રિવી સ્પેશ્યઆલિટી નામની કંપનીના ગેટ સામે પ્રદુષિત માટી જોવા મળતા જાગૃત નાગરિકો દ્વારા GPCBને આ બાબતે જાન કરતા GPCB ના કર્મચારીઓ દ્વારા કંપની ગેટ સામે નાખવામાં આવેલ પ્રદુષિત માટી તેમજ પ્રિવી કંપનીની અંદરથી અલગ અલગ કેમિકલ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસ થી સમગ્ર ભરૂચ જિલ્લામા પડી રહેલ અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેનો લાભ વરસાદમા ઉઠાવી કેટલાક ઉદ્યોગોને ફાવતું મળી જતું હોય છે.

પ્રિવી કંપનીમાંથી છોડવામાં આવ્યું અશુદ્ધ પાણી 

ગતરોજ ઝગડીયાની કંપની પણ જાહેરમા પ્રદુષિત માટી વરસાદી કાસમા ઠાલવી હોવાની વિગત સાંપડી હતી. જેમાં પ્રિવી કંપનીની પાસે પસાર થતી વરસાદી કાસમા મોટી માત્રામા કલર યુક્ત પ્રદુષિત માટી ઠાલવી દીધી હોઈ તેમ જોવા મળ્યું હતું. ઝગડીયા જી.આઈ.ડી.સી સ્થિત પ્રિવી કંપનીની બહાર આ માટી હોઈ જેથી કરી આ માટી પ્રિવી કંપની દ્વારા નાખવામાં આવી, હોઈ તેમ પ્રાર્થમિક દ્રષ્ટિ એ લાગતા GPCB ની ટિમ દ્વારા બહાર પડેલ માટીના સેમ્પલ લીધા બાદ પ્રિવી કંપનીની અંદરમા તપાસ હાથ ધરી હતી અને કંપનીના અંદરથી પણ કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે.

GIDC મા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોમા ફફડાટ 

GPCB ના અધિકારી દ્વારા જણાવાયું હતું જોકે આ બાબત ની જાણ પ્રિવી કંપની સત્તાધીસો ને થતા જ કંપનીમા વાતાવરણ ગરમાઈ ગયું હતું, તેમજ કંપનીમા ચેહલપેહલ વધી જવા પામી હતી ત્યારે આ બાબતે પ્રદુષિત માટીના નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ માટી પ્રદુષિત છે કે કેમ હાલ તો ઝગડીયા GIDC મા GPCB દ્વારા કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર GIDC મા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Article Categories:
ગુજરાત · ભરૂચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *