સાબરકાંઠા જીલ્લામાં ગત રાત્રીથી જ સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો, ત્યારે તલોદમાં બે કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે શાળામાં વરસાદી પાણી ભરાયા હતા.
શાળામાં વરસાદી પાણી ભરાયા
સાબરકાંઠા જીલ્લા સહિત તમામ તાલુકા માં વરસાદી માહોલ સર્જાયો હતો અને જેના કારણે તલોદમાં ૨ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે તલોદ બજારના કોલેજ રોડ પર આવેલી સ્ટેશન પ્રાથમિક શાળા નંબર ૧ ના કંમ્પાઉન્ડમાં કેડ સમા પાણી ભરાયા હતા. જેના કારણે શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છે, તો શાળામાં ૩૫૫થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માત્ર શાળાના શિક્ષકો જ જોવા મળ્યા હતા, જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ જ પ્રકારની સમસ્યા ઉભી થતી હોય છે. આ પાણી ત્રણ દિવસ સુધી ઉતરશે નહિ જેના કારણે શિક્ષકો શાળામાં આવવા અને જવા માટે ભારે મુશ્કેલી સર્જાય છે તંત્ર દ્રારા પાણી નિકાલની કોઈ કામગીરી પણ કરાઈ નથી.