મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા ના તરભ ગામ ખાતે આવેલ શિવધામ શ્રી વાળીનાથ અખાડા ખાતે સમગ્ર ગુજરાતનું બીજું સૌથી મોટું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે રબારી સમાજના આસ્થાના પ્રતીક અને ગુરુગાદી એવા શિવધામ વાળીનાથ અખાડા ખાતે મંદિરમાં જે શિવલિંગની સ્થાપના 2024 ની શરૂઆતમાં કરવામાં આવશે તે શિવલિંગની આજે જરા અભિષેક મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં આ નવનિર્મિત મંદિરમાં પ્રસ્થાપિત થનાર શિવલિંગ આજથી સમગ્ર ભારતમાં આવેલ 12 જ્યોતિર્લિંગ તેમજ ચાર ધામયાત્રાની સ્પર્શ તથા પરિભ્રમણ કરવામાં આવશે આ પ્રસંગે આજરોજ શિવધામ શ્રી વાળીનાથ અખાડા ખાતે બહુ મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સાથે સાથે ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી આરોગ્ય મંત્રી એવા ઋષિકેશ પટેલ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા મંદિરના મહંત અખાડાના સાધુ ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ગામના આગેવાનો અને રબારી સમાજના નવયુવાનો મહિલાઓ પુરુષો આ પ્રસંગને વધાવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે શિવધામ માં શિવલિંગની સ્થાપનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓ આ પ્રસંગમાં હાજરી આપશે.

