- તલાટીએ પ્રાથમિક અહેવાલ મહેસાણા તા.પં.ને સોંપ્યો
- તૂટેલા જીવંત વાયરના સંપર્કમાં આવતાં ચકચારી ઘટના ઘટી
મહેસાણા તાલુકાના ગોરાદ ગામે બે ગાય અને સામેત્રા ગામે એક ભેંસનું વીજ કરંટ લાગતાં મોત થયું હતું. ગોરાદ ગામે શીતળા માતાના મંદિર સામે વીજ વાયર તૂટી પડતાં અહીંથી ચરવા માટે જઇ રહેલી ઉમંગભાઇ રબારીની બે ગાયોને વીજ કરંટ લાગતાં મૃત્યુ પામી હતી. જ્યારે સામેત્રા ગામમાં રામદેવ પીરના મંદિરથી પરા તરફ જતા નેળીયા પર આવેલા ખુલ્લા ખેતરમાં ચાલુ વીજ વાયર પડ્યા હતા.
પશુમાલિક મનુભાઇ ઠાકોર ભેંસોને ચરાવી ઘર તરફ લઇને જતા હતા. તે દરમ્યાન એક ભેંસ આ ખુલ્લા ખેતરમાં જતાં ત્યાં વીજ વાયર સાંકળ સાથે ભરાતાં ભેંસને કરંટ લાગવાથી એક ભેંસનું ઘટના સ્થળે મોત થયું હતું. બંને ગામમાં સોમવારે તલાટીએ ઘટના સ્થળના ફોટોગ્રાફ, પંચનામુ કરી પ્રાથમિક દુર્ઘટના અહેવાલ મહેસાણા તાલુકા પંચાયત કચેરીએ કર્યો હતો.
Article Categories:
ગુજરાત
