- વિસનગર આદર્શ હાઈસ્કૂલ ખાતે અર્બુદા સેનાની કારોબારી બેઠક યોજાઇ
- અર્બુદા સેનાની કારોબારી બેઠકમાં ૧૧ ઠરાવ પસાર કરવામાં આવ્યા
મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન તથા દૂધ સાગર ડેરી ના પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરી ના ઉપસ્થિત માં અધ્યક્ષ સ્થાને આજરોજ કારોબારી બેઠક યોજાઇ હતી અર્બુદા સેનાની કારોબારી બેઠકમાં 11 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાઓ તથા શહેરના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા
આજ રોજ વિસનગર ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં દીપ પ્રાગટ્ય, સ્વાગત પ્રવચન, શોક ઠરાવ, અભિનંદન ઠરાવ અર્બુદા સેનાનું બંધારણ,ઉદેશો તથા સંગઠન અંગે ઠરાવ ,સ્વર્ગસ્થ મોંગીબેન ચૌધરીના વ્યક્તી સભ્ય અંગે ઠરાવ, સ્વર્ગસ્થ રામજીભાઇ ચૌધરીની પ્રતિમા અંગે ઠરાવ, ના રોજ મળેલ દૂધ સાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા અંગેનો ઠરાવ, સ્વર્ગસ્થ મોતીભાઇ ચૌધરી ફાઉન્ડેશન અંગેનો ઠરાવ, મલ્ટી સ્ટેટ કો.ઓ. અંગેનો ઠરાવ, સામાજીક સમરસતા અંગેનો ઠરાવ, અનામત બનાવવા માટે ના ઠરાવ આ ઠરાવો કારોબારી બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સાંગરદાનના ભાવ વધારાને લઇ ચર્ચા કરવામાં આવી હતી અર્બુદા સેનાના મહેસાણા જિલ્લાના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા તાલુકાના હોદ્દેદારો , કારોબારી સભ્યો તેમજ ગ્રામ્ય કક્ષાના અર્બુદા સેનાના પ્રમુખ તથા મંત્રીઓઅે હાજરી આપી હતી

