હાલોલ વન વિભાગ ના વાડાતલાવ બીટ ના શુરા તરફ ના વિસ્તાર માં આવેલ ખેર ના જંગલ માંથી લાકડા ચોરી ભાગવા જતા બે ઈસમો ની જીપ ઢીંકવા રોડ ઉપર એક વૃક્ષ સાથે ભટકાઇ હતી અને જીપ માં સવાર ગોધરાના બે ઈસમો ના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા.શુરા તરફના ખેર ના જંગલ માંથી ખેર કાપી લાકડા ચોરી કરવાંના ચાલતા નેટવર્ક નો પર્દાફાશ થયો છે. વહેલી સવારે થયેલા અકસ્માત માં જીપ માં ભરી લઈ જવાતા ખેર ના કિંમતી લાકડા હોવાનું સામે આવતા ફોરેસ્ટ વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે.
વહેલી સવારે આ જંગલ વિસ્તાર માં ખેર ના કિંમતી લાકડા કાપી જીપ માં આવે તેટલી લંબાઈ ના ટુકડા કરી મજૂરો દ્વારા જંગલ માંથી બહાર લાવી લઈ જવામાં આવી રહ્યા હતા. વર્ષો જુના ખેર ના પંદરેક જેટલા કિંમતી વૃક્ષો કાપી નાખી તેના થડ ને ટુકડા કરી ચોરી કરી ને લઈ જવામાં આવી રહ્યા હતા.હાલોલ વન વિભાગે ગાડી માંથી ઝડપાયેલા સાત લાકડા ના ટુકડા અને જંગલ નજીક કાપી ને નાખી રાખેલા અન્ય પંદર જેટલા ટુકડા કબ્જે કરી તેની માપણી કરી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે તો વન વિભાગે ફોરેસ્ટ એક્ટ મુજબ ફરિયાદ નોંધવા ની તજવીજ હાથ ધરી છે.