ઈડર : આખરે કોર્ટે બહેનની તરફેણમાં ચુકાદો આપી ન્યાય અપાવ્યો
વારસાઈમાં ભાઈએ બહેનને દગો આપતા બહેને કોર્ટના દ્રાર ખખડાવ્યા.. બાદમાં ૮ વર્ષે ૮૨ વર્ષીય મહિલા નો વિજય થતા નેત્રામલી ગ્રામ પંચાયત દ્રારા સન્માન કરાયુ.. તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃદ્ધ મહિલાએ ગામની સીમમાં આવેલ ગૌચર જમીનમાં ૮૨ વૃક્ષોનું વાવેતર કર્યુ હતું…
સાબરકાંઠા જિલ્લાના નેત્રામલી ગામે આશરે ૮ વર્ષના લાંબા વિરામ બાદ ગામની દીકરી જશોદાબેન રાવલ પુનઃ પોતાના ગામમાં પરત ફર્યા છે.. ઈડર તાલુકાના નેત્રામલી ગામે જશોદાબેન રાવલ તેમના પરિવાર સાથે કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા.. તેમના પતિના અવસાન બાદ સાત પુત્રીઓની માતા વૃદ્ધાને પિતાની સંયુક્ત વારસા મિલકત માંથી તેમના બે સગા ભાઈઓએ બે-દખલ કર્યા હતા.. જેની સામે જશોદાબેન રાવલે કોર્ટમાં દાવો કરતા લાંબી કાનૂની લડત બાદ ઈડર કોર્ટ દ્વારા બાપની મિલકતમાં દીકરીનો હક હોવાનો ચુકાદો આપતા પાછળથી પેઢીનામા મુજબ વર્તમાન ઘર અને દુકાનની સહિયારી મિલકતમાં તેમનું નામ દાખલ થયું છે.. ત્યારે ગામની દીકરી પરિવારના સભ્યો સાથે નેત્રામલી ગામે આવતા બહોળી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા.. નિરાધાર બ્રાહ્મણ વૃદ્ધાને તાલુકાના વહીવટી તંત્ર ઉપરાંત નેત્રામલીના પૂર્વ સરપંચ નિલેશભાઈ પટેલ અને તલાટી પી.એમ અસારીએ કાયદાકીય મદદ કરી હતી…
જશોદાબેન રાવલ કે જેઓ ૮૨ વર્ષીય છે જેઓ ના સગા ભાઈઓએ દગો કર્યો હતો.. અને આ ૮૨ વર્ષીય જશોદાબેન અંતે કોર્ટના દ્રાર ખખડાવ્યા જ્યા ૮ વર્ષ બાદ આ મહિલાનો વિજય થયો હતો.. જેને લઈને મહિલાએ નેત્રામલી ગામજનો અને સરપંચ નો આભાર માન્યો હતો.. તો ગ્રામ પંચાયત માં મહિલાનુ સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.. આમ તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે આજથી આ મહિલાને ન્યાય મળતા વ્રુધ્ધ મહિલાએ નિર્ણય કર્યો હતો કે જેટલી ઉંમર થઈ એટલા વુક્ષ વાવીશ તો આજે ૮૨ સિતાફળના ઝાડ વાવ્યા હતા.. તો હવે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ના રોજ ઉંમર પ્રમાણે વુક્ષારોપણ કરશે. ખાસ કરીને આજે આ મહિલાની ખુશીમાં નેત્રામલી ગ્રામ પંચાયત અને સ્થાનિકો જોડાયા હતા.. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નેત્રામલી ગામે ઉજવણી પણ કરાઈ હતી જેમાં ૧૬૦૦ જેટલા વુક્ષ પણ વાવવામાં આવ્યા હતા જેમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને રિલાયન્સ ફોઉન્ડેશન ના સહયોગથી નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત ની હદમાં આવતા ગણેશપુરા ખાતે આવેલ ગૌચરની જમીનમાં પંચાયત વુક્ષારોપણ કરાયુ હતુ…