કેશોદમાં બુટલેગરો બન્યા બેફામ
દારૂ સગેવગે કરતા 5 બુટલેગર ઝડપાયા
ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં બુટલેગરો બિન્દાસ બની દારૂનો વેપલો કરી રહ્યા છે. અવાર નવાર ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે. પોલીસ ની સતત વોચ રહેતી હોવાછતાં બુટલેગરો અવનવા નુસખા અજમાવી દારૂની ખેપ મારતા હોય છે. ત્યારે કેશોદ પોલીસે દારૂની હેરાફેરી કરતા 5 ઈસમો કેશોદ અને વંથલી થી ઝડપી પાડ્યા છે.
કેશોદ પોલીસ વિભાગનાં DYSPનાં માર્ગદર્શન હેઠળ કેશોદ પંથકમાં દારૂની હેરાફેરી અટકાવવા કેશોદ શહેરમાં દારૂનું દુષણ ડામવા માટે કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે
કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ સાથે અગતરાય રોડ પર પાનદેવ સમાજ પાસે વોચમાં હતાં ત્યારે બાતમી વાળાં ઈસમો આવતાં રોકવાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી ગઈ હતી ત્યારે પીછો કરી ઝડપી પાડી પુછપરછ કરવામાં આવતાં રાજેશભાઈ સરમણભાઈ કરગીયા રહે કેશોદ અને સંજય નામુભાઈ છેલાવડા હોવાનું જણાવેલ બન્ને નાં કબજા ભોગવટાની મોટરસાયકલ પર ટીગાળેલ બાચકા તપાસતાં દેશી દારૂનો જથ્થો લીટર ૨૫૦ કિંમત રૂપિયા ૫૦૦૦/-મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૩૦૦૦/- મોટરસાયકલ જીજે -૦૧-એલજી-૧૯૮૭ કિંમત રૂપિયા ૨૦૦૦૦/-મળી કુલ મુદામાલ રૂપિયા ૨૮૦૦૦/- સાથે બન્ને આરોપી ઝડપી સંડોવાયેલા અન્ય બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તો આવી બીજી ઘટના ની વાત કરીએ તો કેશોદ પોલીસે દારૂનાં જથ્થા સાથે વંથલી નાં બે બુટલેગરોને રૂપિયા ૩૫,૨૦૦/- ઝડપી લીધા.તો ત્રીજી ઘટનાની વાત કરીએ તોજુનાગઢના સંજયનગર વિસ્તારમાં રહેતાં બે ઈસમો મોટરસાયકલ પર દારૂનો જથ્થો લઇને બડોદર ગામ તરફનાં ગ્રામ્ય વિસ્તારના માર્ગે કેશોદ આવી રહ્યાં છે.તે દરમિયાન કેશોદના બડોદર ગામે ગેઈટ પાસે કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટરઅને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.કેશોદના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પરથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર વોચ રાખી કેશોદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતાં બુટલેગરો માં ફફડાટ ફેલાયો છે.