બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ક્યારે થશે માનવ ગેરેજો બંધ
ઉંટ વૈદુ કરતા એમબીબીએસ મુન્ના ભાઈઓ ઉપર ક્યારે ત્રાટકક્ષે તંત્ર
કે પછી તંત્ર આમનું આમ મૌન ધારણ રાખશે
શું છે બનાસકાંઠાના સરહદી વિસ્તારની પરિસ્થિતિ
બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામ લાખણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટર નો રાફડો ફાટ્યો હોવાની માહિતી સામે આવી છે.જેના કારણે લોકોમાં ડરનો માહોલ બન્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી ત્યાં અમુક લેભાગુ બોગસ ડોક્ટરો સારવાર નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. થરાદ વાવ સુઇગામ લાખણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉંટ વૈદો ની હાટડીઓ નો રાફડો ફાટયો છે.ત્યારે આરોગ્ય તંત્રએ કેમ મોન ધારણ કર્યું છે ? એવા અનેક સવાલો ઉભા થયા છે