બનાસકાંઠાના થરાદના સલરાખા નામની એક પ્રાથમિક શાળાની બેદારકારી સામે આવી છે,જેમાં શાળાના શિક્ષકો બાળકોને રજાનું કહેવાનું જ ભૂલી ગયા હતા. બકરી ઇદની રજા રહેશે શાળામાં જયારે કોઈ તહેવારને લઈને જાહેર રજા જાહેર કરવામાં આવે છે ત્યારે બધાના ચહેરા પર ખુશી જોવા મળે છે. એવામાં જો તહેવારની વાત કરીએ તો આજે 29 જુને બકરી ઈદ છે, જેને લઈને બનાસકાંઠામાંથી એક જોરદાર મામલો સામે આવ્યો છે. જ્યાં બાળકો શાળામાં છે અને શિક્ષકો રજા પર છે.
તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે બનાસકાંઠાના થરાદના સલરાખા નામની એક પ્રાથમિક શાળાની બેદારકારી સામે આવી છે,જેમાં શાળાના શિક્ષકો બાળકોને રજાનું કહેવાનું જ ભૂલી ગયા હતા. બકરી ઇદની રજા રહેશે તેની વિદ્યાર્થીઓને જાણ જ કરવામાં નહોતી આવી. જેના કારણે વિદ્યાર્થીઓ બીજા દિવસે નિયમ પ્રમાણે શાળામાં પહોચી ગયા હતા. હદ તો ત્યારે થઇ જયારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ પહોચી ગયા અને શાળાના ગેટ બંધ હતા, અને કોઈ નજરે ન પડ્યું. કેટલું અજીબ કહેવાય ને શિક્ષકોને જાહેર રજા અને બાળકોને શાળાએ આવવું પડ્યું કેમ કે તેમને રજાની જાણ જ કરવામાં ન આવી. કેટલાક વિદ્યાર્થીઓ તો 3 કિમી ચાલીને શાળાએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓ પણ પરેશાન થયા હતા અને તેમણે કહ્યું કે આ પ્રકારની બેદરકારી ના થાય તેનું શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ. આ બનાવ બનાસકાંઠાના થરાદની સવરાખા શાળામાં બન્યો છે જ્યાં બાળકો શાળાએ પહોચી ગયા અને શિક્ષકો હાજર જ નહોતા. કેટલાક બાળકો 3 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને શાળાએ પહોંચ્યા હતા તે પછી તેમને માલુમ પડ્યું કે શાળામાં બકરી ઈદની રજા છે. રજા હોવા છતાં બાળકોને ધક્કો પડ્યો છે. આ ઉપરાંત જયારે જિ.પ્રા. શિક્ષણ અધિકારીએ ફોન કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેવાઈ.તો જ્યાં શાળા મા રજાની જાણ કરવાનું શિક્ષકો ને યાદ નથી ત્યા શિક્ષણ કેવું હશે એ સવાલ ઉભો થાય છે. જોકે ગામલોકો થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ તેમજ ધારાસભ્યની ઓફિસે આવી રજુઆત કરી હતી.