G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનની સારી કેમિસ્ટ્રી જોવા મળી છે. આવો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે મોદી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે વાત કરતા હોય છે, ત્યારે જ જો બાઈડન વડાપ્રધાન મોદીને પાછળથી ખભો થપથપાવીને બોલાવે છે અને મોદીના ચહેરા પર પણ તેમને મળ્યાનો ઉત્સાહ દેખાય છે. ત્યાર પછી બાઈડન-મોદી અને ટ્રુડો એકબીજા સાથે વાતો કરવા લાગે છે. આ ઘટના G7 સમિટ દરમિયાન થઈ હતી.
જો બાઇડન અને PM મોદીની કેમિસ્ટ્રી
જાન્યુઆરી 2021માં બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, પરંતુ ત્યારથી કોરોના હોવાને કારણે બંનેના નેતાઓની રૂબરૂ મુલાકાત બહુ ઓછી થઈ છે, તેથી મોટા ભાગે બંને નેતા વચ્ચે વર્ચ્યુઅલ વાતચીત વધારે થઈ.

સપ્ટેમ્બર 2021માં વડાપ્રધાન મોદી અમેરિકા મુલાકાતે ગયા હતા. આ બંને વચ્ચે પહેલી દ્વિપક્ષીય મુલાકાત હતી. આ દરમિયાન વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી અને બાઈડન વચ્ચે સારી કેમિસ્ટ્રી જોવા મળી હતી.

આ તસવીર G-7 સમિટની છે. સમિટ પછી વડાપ્રધાન મોદી-કેનેડાના વડાપ્રધાન ટ્રુડો અને બાઈડન વાતો કરતા દેખાય છે.

G-7 સમિટ પહેલાં મોદી અને બાઈડનની 24 મેના રોજ મુલાકાત થઈ હતી.

આ તસવીર ત્યારની છે, જ્યારે જો બાઈડન ઉપ-રાષ્ટ્રપતિ હતા. 30 સપ્ટેમ્બર 2014ની, જ્યારે વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલીવાર અમેરિકા મુલાકાતે ગયા હતા.