બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર લુંટ ની ઘટના બનતી હોય છે સરહદી પંથકમાં ફરી બીજી લુંટ ની ઘટના સામે આવી છે વાવ માં લુંટ બાદ આજે થરાદ તાલુકાના ડોડગામ રોડ ઉપર લુંટ ની ઘટના બની છે બાઈક ઉપર સવાર વ્યક્તિની આંખોમાં મરચાં નાખીને લૂંટ બેંકના કર્મચારીની કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે
આમ થરાદ વાવ પંથકમાં એક પછી એક લૂંટની ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ રહ્યો છે
રોકડ રકમ લઇ જતાં કર્મચારીની ધોળા દિવસે લૂંટ ચલાવી હતી.રોકડ ત્રણ લાખ થી પણ વધુ રકમ ની લૂંટ કરી હોવાનું જાણવા મળ્યું છે. લુટ નાં ફરિયાદી ભારત ફાયનાન્સ માં મેનેજર તરીકે નોકરી કરતા હોઇ તેઓ લોનની રકમના હપ્તાની ઉઘરાણી કરવાની કામગીરી કરતા હોઇ તેઓ લોનની રકમની કુલ ૩,૦૯,૧૩૦/- ની બેગમાં ભરેલ હોઇ તથા એક સેમસંગ કંપનીનુ ટેબલેટ કિ.રૂ. ૫૦૦૦/-નુ ભરેલ હોઇ તે બેગ મોટરસાયકલ ઉપર આવેલ અજાણ્યા ત્રણ ઇસમોએ આંખમાં મરચાં નાખી કુલ ૩,૦૯,૧૩૦/- ની લૂંટ કરી નાશી ગયા હતા. ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરનાર ઈસમો સહિત ની શોધ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, બેંક કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે લુંટ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે