મહેસાણા સામેત્રા ગામે ભેંસને કરંટ લાગવાથી ભેંસનું આકસ્મિક મોત

Written by
  • સામેત્રા ગામે ભેંસને કરંટ લાગવાથી ભેંસનું આકસ્મિક મોત
  • ખેત મજૂરી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો મજૂર પરિવાર
  • તૂટેલા જીવંત વાયરના સંપર્કમાં આવતાં ચકચારી ઘટના ઘટી

મહેસાણા તાલુકાના સામેત્રા ગામે એક ભેંસનું વીજ કરંટ લાગતાં મોત થયું હતું જ્યારે સામેત્રા ગામમાં રામદેવ પીરના મંદિરથી પરા તરફ જતા નેળીયા પર આવેલા ખુલ્લા ખેતરમાં ચાલુ વીજ વાયર પડ્યા હતા.  મહેસાણા તાલુકાના સામેત્રા ગામે ઠાકોર મનુજી ભવાનજી  ખેત મજૂરી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

 

મહેસાણા તાલુકાના સામેત્રા ગામે ઠાકોર મનુજી ભવાનજી  ખેત મજૂરી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.ગામની સીમમાં  મેહુલભાઈ  વિનોદભાઈ સોમપુરાની ખાનગી કંપનીનું કામ ચાલી રહ્યું છે .જેની બાજુના ખેતરમાં ઘાસચારો ચરતી  ભેંસને ચાલુ વિદ્યુત પ્રવાહના વાયરથી કરંટ લાગવા પામ્યો હતો.જેના કારણે ૮૦,૦૦૦/-રૂ.ની ભેંસનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જેની જાણ ગામના તલાટી ક્રમ મંત્રીને કરેલ જેઓ સાથે પોલીસ વાન પણ ઘટના સ્થળે આવેલ ત્યારબાદ પશુ સારવાર કેન્દ્ર-મહેસાણા ડોક્ટર દ્વારા ભેંસનું પી.એમ.કરાવ્યુ હતું.જે પ્રકારે વરસાદી વાતાવરણમાં અસ્તવ્યસ્ત વાયરો દ્વારા વીજ વપરાશ કરવામાં આવી રહ્યું છે તે કામ કરનાર મજૂરોના જીવનું જોખમ ઉભું થઈ શકે.આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશને ફેક્ટરી માલિક વિરુદ્ધ રૂબરૂ લેખિત અરજી કરવામાં આવી હતી આકસ્મિક બનેલ બનાવથી પશુપાલન કરી આજીવિકા કમાતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.આ બાબતે સરકાર પીડિત પરિવારને યોગ્ય ન્યાય આપે અને ખાનગી કંપની સામે કડક કાર્યવાહી કરે તેવી આશા રાખી રહ્યો છે.

https://www.youtube.com/watch?v=mYZ5r9MYLLc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *