લઠ્ઠાકાંડની આશંકાએ અંદાજિત ૩૯ લોકોના મોત નીપજ્યા

Written by

બોટાદ જિલ્લા મા લઠ્ઠાકાંડની આશંકાએ અંદાજિત ૩૯ લોકોના મોત હજુ આંકડો વધવાની સંભાવના… ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ આપ્યું નિવેદન ‘કેમિકલ પીવાથી મોત નીપજ્યા છે.!’

રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ નુ ભૂત ધુણ્યા ની આશંકા કથિત લઠ્ઠાકાંડમાં મા અંદાજિત ૩૯ લોકોના મોત નીપજ્યા છે હાલ ભાવનગર ની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ૩૦ જેટલા લોકોને હજુ દાખલ કરવામાં આવ્યા.! બોટાદ સોનાવાલા હોસ્પિટલ સારવાર લઈ રહેલા તમામ સાત વ્યક્તિઓના મોત નીપજ્યા છે.! કુલ મૃત્યુ આંક ૩૯ સુઘી પહોચ્યો છે, તમામ મોત કેમિકલ યુક્ત પીણું પીવાથી થયું હોવાની આશંકા, પબ્લિકનું કેવું છે કે દેશી દારૂ પીવાથી કે લઠ્ઠો પીવાને લીધે આ તમામ મોતની નીપજ્યા છે.   મૃતકોના પીએમ રિપોર્ટ આવ્યા બાદ મામલો થશે સ્પષ્ટ થશે, બોટાદની નજીકના વિસ્તાર નભોઈ ચોકડી ગામેથી દેશી દારૂ આવ્યો હોવાનું માનવામાં આવે છે, રોજીદ ગામના સરપંચ દ્વારા અનેકવાર પોલીસ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.!લઠ્ઠો પીધાની આશંકા એ ભાવનગર રેન્જ આઇજી અશોક કુમાર,બોટાદ સહિત અધિકારીઓ પણ ઘટનાને પગલે દોડી ગયા હતા , કથિત લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં  રાજ્ય સરકારે તપાસ માટે રચના કરી બુટલેગરોને પકડવા માટે પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારમાં મોકલાઈ હતી ૧૪ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુના દાખલ કરી કાયૅવાહી હાથ ધરવામાં આવી છે, સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ નિર્લિપ્ત રોયને સમગ્ર ઘટનાની તપાસ  સોપવામાં આવી છે ત્યારે આ લઠ્ઠા કાંડ ના ઘેરા પ્રત્યાઘાતો કરતો ગુજરાતમાં પડ્યા છે

https://www.youtube.com/watch?v=UOd9IYFk8UY

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *