રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કપાસના પાકમાં ભયંકર રોગચાળો આવી જવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા.
ધોરાજી પંથકના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. ત્રણ વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતો એક બાદ એક આફતોનો સામનો કરી ચૂક્યા છે. લોક ડાઉન જેવી માનવ સર્જિત આફતમાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ ના મળ્યા અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. બાદમાં કમોસમી વરસાદ અને અતિ વૃષ્ટિને કારણે કપાસનો મહામુલો પાક નિષ્ફળ ગયો અને આ વર્ષ સારા એવા વરસાદની ખેડૂતોને આશા હતી કે, કપાસનું સારું ઉત્પાદન થશે અને ભાવ પણ સારા મળશે. પરંતુ કુદરત જાણે ધોરાજીના ખેડૂતો પર રૂઠી હોય એવું લાગે છે. આ વર્ષ ખેડૂતોએ સારા ભાવની આશાએ મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા, મજૂરી ખર્ચ સહિત ખર્ચ કર્યું છે. પરંતુ સતત હવામાનમાં આવી રહેલા ફેર પલટાને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો અને ખેડૂતોનું કહેવું છે કે, ઉત્પાદન પર મોટી અસર પડશે