ઓસ્કાર નોમિનેટેડ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ના બાળકલાકારનું નિધન

Written by

15 વર્ષના રાહુલનો કેન્સરે જીવ લીધો, પિતાએ કહ્યું- ‘અમારો પરિવાર ભાંગી પડ્યો’

ભારત તરફથી ઓસ્કર માટે આ વર્ષની સત્તાવાર એન્ટ્રી બનેલી ‘છેલ્લો શો’ ફિલ્મનાં છ બાળકો પૈકીના એક એવા 15 વર્ષીય રાહુલ કોળીનું લ્યુકેમિયા (બ્લડ કેન્સર)ને કારણે 2 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાહુલનો ઇલાજ ચાલતો હતો અને તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરવાનું હતું.​​​​​​

મૂળ હાપામાં રહેતાા રાહુલને થોડા મહિના પહેલાં તાવ આવવાનો શરૂ થયો. દવાઓ કરાવ્યા પછી પણ વારંવાર તાવ આવવાને કારણે વધુ તપાસ કરાવતાં લ્યુકેમિયાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેને ઇલાજ માટે જામનગર અને ત્યારપછી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.​ રાહુલ માત્ર 15 વર્ષનો હતો. આ ફિલ્મના શૂટિંગ બાદ તેના પરિવારને આ બીમારી વિશે જાણ થઈ હતી. હવે આ ફિલ્મના રિલીઝના થોડા દિવસ પહેલાં જ તેમના નિધનથી સૌ કોઈ ચોંકી ગયા છે.

‘અમારો પરિવાર ભાંગી પડ્યો છે’
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં રાહુલના પિતાએ કહ્યું, ‘રવિવારે 2 ઓક્ટોબરે તેણે નાસ્તો કર્યો હતો, ત્યાર બાદ તેને વારંવાર તાવ આવી રહ્યો હતો. એ પછી તેને ત્રણ વખત લોહીની ઊલટી થઈ હતી, એ બાદ તેનું મોત નીપજ્યું હતું. તેના મૃત્યુ મોતથી અમારો પરિવાર ભાંગી પડ્યો છે, પરંતુ આપણે તેની ફિલ્મ ‘છેલ્લો શો’ રિલીઝના દિવસે એટલે કે 14 ઓક્ટોબરે સાથે જોઈશું. ‘

જામનગરમાં પ્રાર્થનાસભા
રાહુલના પરિવારે સોમવાર (10 ઓક્ટોબર)ના રોજ જામનગર પાસે તેમના ગામ હાપામાં તેના માટે પ્રાર્થનાસભા રાખી હતી. ‘છેલ્લો શો’માં રાહુલે ખૂબ જ સારું કામ કર્યું છે અને ફિલ્મ ફેસ્ટિવલમાં તેનાં કામનાં ખૂબ જ વખાણ થયાં. ફિલ્મમાં રાહુલ અને ભાવિન સિવાય ઋચા મીના, ભાવેશ શ્રીમલી, પરેશ મહેતા અને ટિયા સબેશ્ચિયને મુખ્ય પાત્ર ભજવ્યાં છે.

બે દિગ્ગજ ફિલ્મને ટકકર આપી ઓસ્કરમાં પ્રવેશી
​​​​​​‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘RRR’ જેવી દિગ્ગજ ફિલ્મોને પાછળ છોડીને ‘છેલ્લો શો’ ફિલ્મ ઓસ્કર માટે સતાવાર નોમિનેટ થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *