2022ની ચૂંટણીમાં બાજી નવા મતદારોના હાથમાં
વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આખરી મતદાર યાદીમાં મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભા મત વિસ્તારમાં પુરુષ 8,94,709, સ્ત્રી 8,35,593 અને થર્ડ જેન્ડર 43 મળી કુલ 17,30,345 મતદારો નોંધાયાં છે. જેમાં 80 વર્ષથી વધુ વયના 34,729 અને 18 થી 19ની વયના 40,930 મતદારોનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષમાં કુલ 1,45,700 મતદારોનો વધારો થયો છે. જેમાં સૌથી વધુ 73,993 નવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે પુરુષ મતદારો 71,693 વધ્યા છે.
7 વિધાનસભામાં 1166 મતદાન મથકો છે. 2022 વિધાનસભા ચૂંટણીની બાજી આ નવા મતદારોના હાથમાં રહેશે.સૌથી વધુ મતદારો બહુચરાજીમાં અને સૌથી ઓછા વિજાપુરમાં વધ્યાજિલ્લામાં 5 વર્ષમાં સૌથી વધુ 24,852 મતદારો બહુચરાજી વિધાનસભામાં અને સૌથી ઓછા 15,117 મતદારો વિજાપુર વિધાનસભા વિસ્તારમાં વધ્યા છે. આ રેશિયો બંને વિધાનસભામાં પુરુષ અને મહિલાઓમાં પણ છે.
- આખરી મતદાર યાદી મુજબ… મહેસાણા જિલ્લામાં 8,94,709 પુરુષ, 8,35,593 સ્ત્રી અને 43 થર્ડ જેન્ડર મળી કુલ 17,30,345 મતદારો નોંધાયાં
- જિલ્લામાં 73,993 મહિલા અને 71,693 પુરુષ મતદારો વધ્યા
- સૌથી વધુ 4.25 લાખ મતદારો 30થી 39ની વયનાં
- 34729 મતદારો 80 વર્ષથી વધુ વયનાં તો 40 હજારની ઉંમર 18 થી 19 વર્ષ