ઉર્વશી રાઉતેલાએ કરવાચોથની શુભેચ્છા પાઠવી : યુઝર્સે કહ્યું- રિષભ પંત માટે તમે પણ વ્રત કરશો?

Written by

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ હાલમાં જ સો.મીડિયામાં ચાહકોને કરવાચોથની શુભેચ્છા પાઠવી હતી. આ પોસ્ટ બાદ સો.મીડિયા યુઝર્સે સવાલ કર્યો હતો કે તે પણ આ વ્રત કરવાની છે? ઉર્વશી હાલમાં પોતાની સો.મીડિયા પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ્સ જોઈને યુઝર્સ એમ કહી રહ્યા છે કે તે પંતના પ્રેમમાં પાગલ થઈ ચૂકી છે.

ઉર્વશીએ કરવાચોથની શુભેચ્છા પાઠવી
ઉર્વશીએ પોતાની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે વ્હાઇટ ફુલ સ્લીવ્સ હાઇ નેકની સાથે શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. આ તસવીર શૅર કરીને કેપ્શનમાં કહ્યું હતું, ‘ચંદ્રની રોશની, તમારા જીવનને ખુશીઓ, શાંતિ તથા સદભાવનાથી ભરી દે. કરવાચોથની શુભેચ્છા એડવાન્સમાં.’

યુઝર્સે મજાક ઉડાવી
ઉર્વશીની પોસ્ટ જોયા બાદ યુઝર્સે રિએક્ટ કર્યું હતું અને સવાલ કર્યો હતો કે તે પણ વ્રત રાખવાની છે? ઘણાં યુઝર્સે રિષભ પંતના નામથી ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે પ્લીઝ ભાઈ ક્રિકેટ પર ધ્યાન આપજો. તો બીજાએ કમેન્ટ કરી હતી કે તેનો પીછો છોડી દે, તે પહેલેથી જ કમિટેડ છે.

રિષભે શું કહ્યું?
આ વીડિયો વાઇરલ થતાં રિષભે આ અંગે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘આ કેટલું રમૂજી છે. લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. આ દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે.’ જોકે, થોડા સમય બાદ રિષભ પંતે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *