મહેસાણા : વિજાપુર શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો કિસ્સો :બાળકનું મોત

Written by

વિજાપુર મહેસાણા હાઇવે મામલતદાર કચેરી પાસે આઇસર અને બાઈક ટકરાતાં બાળકનું મોત

વિજાપુર મહેસાણા હાઇવે પર મામલતદાર કચેરી પાસે આવેલી હોટલ ફાઉન્ટેન નજીક અકસ્માત  થયો છે. અકસ્માતમાં આઇસર નંબર જી.જે. 02. ઝેડ. 2491 ગાડીના ડ્રાઇવરે બેફામ રીતે ચલાવીને  ફેશન પ્રો. બાઈક નંબર જી.જે.01.એલ.એફ. 5429 સાથે અથડાઈ. અકસ્માતમાં  ઘટના સ્થળે એક માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના પિતા સત્યનારાયણ મીણાને ગંભીર ઇજાઓ થતા વિજાપુર સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. એક જ સ્થળે વારંવાર અકસ્માત થતા હોવાથી સરકાર આ બાબતે કોઈ કાર્યવાહી કરે તેવી વિજાપુર શહેરમાં માંગ ઉઠી છે.

https://www.youtube.com/watch?v=W-28bMZ5f4c

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *