ઈડર તાલુકાના પૂર્થ્વીપુરા અને ચિત્રોડા રોડ પર અજાણી યુવતી અર્ધ બરેલી હાલતમાં લાશ મળી આવી હતી. અને બીજા દિવસે ચિત્રોડા વસાહત ની હદમાં અર્ધ બરેલી હાલતમાં અજાણ્યાં યુવાનની લાશ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. બંને ની લાશ અર્ધ બરેલી હાલતમાં થોડા અંતરની દુરી પર મળતા પોલીસ માટે પણ તપાસ અગ્રી બની છે.
ઈડર તાલુકાના જાદર પોલીસ મથક વિસ્તારમા એક મૃતદેહ મળવાની શાહી હજુતો સુકાઈ નથી ને બીજો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઈડર તાલુકાના ચિત્રોડા વસાહત હદ વિસ્તારમાં સતત બીજા દિવસે અર્ધ બરેલી હાલતમા અજાણ્યાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
ત્યારે શનિવારના રોજ અર્ધ બરેલી હાલતમાં એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે અર્ધ બરેલી હાલતમાં મળેલી યુવતીના મૃતદેહના નજીકના વિસ્તારમાંથી બીજા દીવસે અર્ધ બરેલી હાલતમાં અજાણ્યાં યુવન નો મૃતદેહ મળતાં સમગ્ર ઈડર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ બનાવની જાણ પોલીસને થતા સાબરકાંઠા જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી, ઈડર ડી.વાય.એસ.પી તેમજ ફોરેન્સિક તપાસ અધિકારી સહિતનો પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યારે બે દિવસમાં અજાણ્યાં યુવાન યુવતીની અર્ધ બરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ અંગે પોલીસે વધુ તપાસના ચક્રો ગતીમાન કર્યા છે જ્યારે યુવન અને યુવતીની હત્યા કરી દઈ મૃતદેહને સળગાવી દેવાની પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અર્ધ બરેલ યુવન અને યુવતી નાં મૃતદેહને પી.એમ અને તપાસ અર્થે ફોરેન્સિક વિભાગમાં મોકલવામાં આવ્યો છે જ્યારે યુવાન અને યુવતીના મૃતદેહનો એફ.એસ.એલ રિપોર્ટ આવ્યા બાદજ સાચી હકીકત જાણી શકાય તેમ છે આમ ઈડર પંથકમાં ક્રાઈમ રેટ યથાવત જોવા મળી રહ્યો છે.