-અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે
-મોહનથાળનો પ્રસાદ બગડી જવાની ફરિયાદ આવી હતીઃ મંદિરના પૂજારી
-હવે સારા પેકિંગ સાથે સુધારા કરીને મોહનથાળ-ચિક્કી મળશેઃ ઋષિકેશ પટેલ
અંબાજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી પ્રસાદીને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદમાં ભક્તોની આસ્થાની જીત થઈ છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે અંબાજી મોહનથાળ પ્રસાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Article Categories:
ગુજરાત