મહેસાણા તાલુકાના લાંઘણજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જી ચૌધરી એ ગુનેગારો પર લાલ આંખ કરતા દારૂ જુગાર તેમજ આ સામાજિક તત્વો માં ફાફડાટ વ્યાપી ગયો છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જી ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ પરેશકુમાર તેમજ નરેન્દ્રસિંહતેમજ અન્ય સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતો ત્યારે નરેન્દ્ર સિંહ એ બાતમી મળી હતી કે મહેસાણા તરફથી મારુતિ શિફ્ટ ગાડી અમદાવાદ તરફ વિદેશી દારૂ પરમીટ વગરનો લઈને જઈ રહી છે જે બાતમીના આધારે લાગણજ પોલીસ સ્ટાફ ભાસરીયા ચોકડી પર વોચ ગોઠવી ઉભી રહી હતી ત્યારે બાતમી હકીકત વાળી ગાડી નીકળતા પોલીસે ગાડીનો પીછો કરતા શિફ્ટ ગાડી નો ડ્રાઇવર પૂર ઝડપે ગાડી હંકારતા પોલીસે તેનો ફિલ્મ ઢબે પીછો કરતા ગેરકાયદેસર વિદેશી દારૂ લઈ જતી શિફ્ટ ગાડીનો ડ્રાઇવર મંડાલી ગામની હદમાં ગાડી મૂકી અને પોલીસ ને ચકમો આપી ભાગી છુટ્યો હતો જ્યારે પોલીસે ગાડીની તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ 300 જેની કુલ કિંમત રૂપિયા 85,7 88 તેમજ swift ગાડી ની અંદાજિત કિંમત રૂપિયા ચાર લાખ ગાડી તેમજ વિદેશી દારૂ કુલ મળી મુદ્દામાલ રૂપિયા 4, 85,7 88 નો કબજે કરી ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોધી લાગણ જ પોલીસે વધુ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે