અબડાસા : પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ.૨૧ લાખના ઇંગ્લીશદારૂનો નાશ કરાયો

Written by

        અબડાસા તાલુકાના નલિયા, કોઠારા, વાયોર, જખૌ પોલીસ સ્ટેશનોમાં ચાર વર્ષ દરમ્યાન પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો..

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ દરમ્યાન અબડાસા તાલુકાના નલિયા, કોઠારા, જખૌ તેમજ વાયોર પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. ૨૧,૦૪,૮૨૦નો દારૂ પકડવામાં આવ્યો હતો. જૈનો નાશ કરવામાં આવ્યો હતો. નખત્રાણા ડીવાયએસપી, સીપીઆઇ, કોઠારા પીએસઆઇ, વાયોર પીએસઆઇ, જખૌ પીઆઇ , પ્રાંત અધિકારી, મામલતદાર ડો.અમિત ચૌધરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમાં દારરૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં નલિયા પોલીસ સ્ટેશનની દારૂની ૧૬૦૦ બોટલ તેમજ બિયરનાં ૧૦૦ ટીન મળીને ૫,૬૯,૮૫૦ની કિંમતના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરાયો હતો. આ ઉપરાંત વાયોર પોલીસ સ્ટેશનમાં મોટી ૧૬૧ બોટલ કિં.રૂ.૬૨,૬૫૦), જખૌ પોલીસ સ્ટેશનમાં દારૂની મોટી ૩૫ બોટ તથા ૧ સેમપલ મળીને કુલ રૂ.૧૨,૬૦૦, કોઠારા પોલીસ સ્ટેશનના બિયરના ૧૭૭૫ ટીન, દારૂની મોટી ૨૮૬૩, નાની ૧૧૭૫ બોટલ તથા સેમ્પલ ૭ મળીને કુલ રૂ.૧૪,૫૯,૭૨૦ ૭ મળીને બિયરના કુલ ૧૮૭૫ ટીન, મોટી બોટલ ૪૬૫૯, નાની બોટલ ૧૧૭૫ તથા ૮ સેમ્પલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો

https://youtu.be/-Aa1VGwRDCo

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *