બનાસકાંઠા જિલ્લો એટલે ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો અને રણની ગાંધીએ અડીને આવેલો જિલ્લો એટલે સરહદી વિસ્તાર કહેવાય છે અને સરહદી વિસ્તારમાં ઉનાળો બેસતાજ પાણીની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં કાયમ માટે એક જ તકલીફ રહી છે અને એ તકલીફ છે માત્ર ને માત્ર ભૂગર્ભ જળની બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભજળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે અને ભૂગર્ભ જળ સાચવવા માટે સુજલામ સુફલામનું નિર્માણ કરવામાં આવ્યું છે કડાણા ડેમમાંથી સીધું પાણી પાંચ તાલુકાઓમાં થઈ અને પસાર થાય છે પરંતુ કાંકરેજ વિસ્તારના બનાસ નદીમાં સાઈફન તૂટેલું હોવાથી આ કડાણા ડેમનું પાણી સુજલામ સુફલામને મળતું નથી સાત વર્ષ પહેલા તૂટેલો સાઈફન આજે પણ એવી જ હાલતમાં છે જેવી હાલતમાં તૂટ્યું હતું અનેક રજૂઆતો અનેક આંદોલનો અનેક આવેદનપત્રો આપ્યા હોવા છતાં સરકાર આ મુદ્દે કઈ સાંભળવા તૈયાર ના હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી સુજલામ સુફલામ કેનાલ ચાલુ હતી ખેડૂતોમાં કંઈક આશા બંધાણી હતી કે હવે આપણને પાણી મળી રહેશે ત્યારે હમણાં જ થોડા સમય અગાઉ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ બોલ્યા હતા કે 15 ચાર સુધી કેનલમાં પાણી ચાલુ રહેશે ત્યારે પહેલી તારીખે જ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે ખેડૂતોને જે આશા હતી એ આશા ઉપર પણ પાણી ફરી ગયું છે કારણ કે આપણા વિસ્તારના નેતા આવી રીતે બોલીને કેમ ફરી ગયા?
આપણા નેતા પાણી મળશે એવું બોલ્યા બાદ ખેડૂતોએ મોટા પ્રમાણમાં બાજરીનું વાવેતર કર્યું હતું. હવે આ બાજરી ઉનાળામાં જો પાણી ના પહોંચે તો આજ બાજરી બળીને ખાક થઈ જવાની છે તો પછી આ ખેડૂતોનું શું …
જો આ વિસ્તારને જીવિત રાખવો હોય ખેડૂતને નિર્ભર બનાવવા હોય તો સુજલામ સુફલામ કાયમ માટે જળ હળતી રહે આ જ ખેડૂતોની માંગણી છે કારણ કે એક બાજુ કુદરતી આફતો એટલે ઇયળોનો ઉપદ્રવ આ વખતે પાકને સદંતર ખાઈ ગયો છે તો બીજી તરફ કુદરતી કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા પણ છે તો હવે એક જ આશા છે કે અહીંયા સુજલામ સુફલામ ચાલુ રહે તો આવનારા સમયમાં આપણી સમસ્યા છે એ કંઈક અંશે હળવી થાય અને આગામી સમયમાં ભવિષ્યમાં ખેડૂતોને લાભ થાય ખેડૂતોની સરકાર પાસે એક જ અપેક્ષા અને માગણી છે કે સુજલામ સુફલામ ચાલુ કરો…..