ભારે વરસાદ ને પગલે દાહોદ ની દુધિમતી નદી બે કાંઠે વહેતી થતાં પડાવ ના એક પુલ ઉપર પાણી વહેતું થતાં રસ્તો બંધ કરાયો.
વરસાદને પગલે મંદિરોમાં ગુસ્યા પાણી
દાહોદ જિલ્લા માં ભારે વરસાદ ને પગલે નદી નાળાઓ છલકાયા છે ત્યારે દાહોદની ઐતિહાસિક દૂધીમતી નદીમા નવા નીરની આવક જોવા મળી હતી. પડાવ સ્થિત પંચમુખી મંદિર તરફના પુલ ઉપર પાંચ ફૂટ જેટલું પાણી વહેતું થતાં તંત્ર દ્વારા બંને તરફ પોલીસ બંદોબસ્ત મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, તો બીજી તરફ નદીનુ પાણી પંચમુખી મંદિર સુધી પહોંચતા મંદિરમા રહેતા પૂજારી સહિતના સાધકોએ મંદિરમાંથી પોતાનો સામાન લઈ સલામત સ્થળે જતાં રહ્યાં હતાં. પાણીની આવક માં સતત વધારાને પગલે દુધિમતી નદીનું પાણી નવા પુલ સુધી પહોંચી ગયું હતું.