પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું ખુલ્યુ
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતને એક સાથે બે મેડલ મળ્યા
અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ મેડલ
શૂટર અવની લેખરાએ 10 મીટર એર રાઈફલ SH1માં ગોલ્ડ મેડલ જીત્યો છે
જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો
આ પહેલા અવની લેખરાએ 2020 પેરાલિમ્પિકમાં 10 મીટર એર ઈવેન્ટ SH-1માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો
22 વર્ષની અવનીએ ફાઈનલમાં 249.7 પોઈન્ટ બનાવ્યા જે એક પેરાલિમ્પિક રેકોર્ડ છે
આ સાથે તેણે પોતાના ટાઈટલનો પણ બચાવ કર્યો છે.
દક્ષિણ કોરિયાના લી યુનરીએ આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો
જ્યારે, મોનાએ 228.7 પોઈન્ટ મેળવીને બ્રોન્ઝ મેડલ પર લક્ષ્ય રાખ્યું હતું.
https://www.youtube.com/watch?v=I0_41jmNT6c
Article Categories:
દેશવિદેશ