સામાન્ય માણસ જયારે વધારે પૈસા કમાઈ જાય છે, ત્યારે તેના અંદર ઘણા બધા બદલાવ આવે છે. અમુક બદલાવ સારા પણ હોય છે, અને અમુક ખરાબ ત્યારે સામાન્ય માણસ માંથી અચાનક અમીર બનતા એવા ૩ ભાઈ બેહનો વિરુધ ગુજસીટોકનો ગુનો નોંધાયો છે.
ગુજરાતમાં પ્રથમવાર નોંધાયો સગા ભાઈ બહેન પર ગુનો
પૂર્વ કચ્છ વિસ્તારમાં રેહતા રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી, તેજસ ગોસ્વામી અને તેમનો પરિવાર પેલા સામાન્ય હતો, પછી સુત્રોના જણાવ્યા અનુસાર તેમના જ પરિવારના કોઈ સભ્ય ધ્વારા પૈસા આપવામાં આવ્યા અને તે પૈસાની મદદથી તેઓએ વ્યાજખોરીનો દંધો શરુ કર્યો. ત્યારે આ ત્રણે ભાઈ બહેન વ્યાજખોરીના રવાડે આવતા લાખો રૂપિયા કમાયા અને ત્યાર પછી પૈસા આવવાથી આ ત્રણે ભાઈ બહેન બેફામ બનીને કોઈ પણ પ્રકારના કાનુનના ડર વગર બેફામ વ્યાજની વસુલાત અને જો વ્યાજ ના આપે તો લોકોની વસ્તુ છીનવી લેવાનું કામ કરતા, પઠાણી ઉઘરાણી, આ ત્રણે લોકો ને મોંઘી કારનો શોખ, છડે ચોક સીન સપાટા કરવા, લક્ઝરી લાઈફ જીવવી તે એમનો પેશો બની ગયો. ત્યારે આ ત્રણ લોકોથી ત્રાસીને લોકોએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. જેના પરિણામે ત્રણે ભાઈ બહેનો ઘણી વખત જેલના સળિયા પાછળ પણ જઈ આવ્યા છે. પરંતુ પૈસાના દમ પર જેમ તેમ કરીને વકીલોની ફોજના સહયોગથી આ લોકો છૂટી જતા હતા.
ત્યારે આ ગુજરાતમાં પ્રથમવાર છે જયારે વ્યાજખોરીના ગુનામાં એક જ પરિવારના ૩ લોકો સામે અને પ્રથમ વાર કોઈ મહિલા સામે ગુજસીટોક જેવો ગંભીર ગુનો નોંધાયો છે. અને તેમને જેલના સળિયા પાછળ ખસેડવામાં આવ્યા છે.