મહારાષ્ટ્રમાં ચાલતો રાજકીય ડ્રામા હજી સમાપ્ત થયો હોય એવું લાગતું નથી. હવે ઉદ્ધવ ગ્રુપ 16 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. શિવસેનાના ઉદ્ધવ ગ્રુપે માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ આ 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દે અને તેમની સામે અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરે. નોંધનીય છે કે 16 બળવાખોર ધારાસભ્યોમાં નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે.
હાલમાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે તેઓ આ વિશે 11 જુલાઈએ સુનાવણી કરશે. ત્યારે જ મહારાષ્ટ્રની સંબંધિત બાકી અરજીઓ વિશે પણ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુએ કરી છે