25 મહેસાણા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી મહેસાણા દ્વારા વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઇ છે.જેમાં ચૂંટણી અધિકારી 25 મહેસાણા વિધાનસસભા મતદાર વિભાગ અને પ્રાન્ત અધિકારીની મહેસાણાને પ્રાંત અધિકારીની ચેમ્બરમાં,બીજો માળ,તાલુકા સેવા સદન,વણીકર ક્લબની સામે મહેસાણા ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી,25-મહેસાણા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રી મહેસાણા (ગ્રામ્ય)ને પ્રાંત અધિકારીની ચેમ્બરમાં બીજો માળ તાલુકા સેવા સદન,વણીકર કલ્બની સામે મહેસાણા સમક્ષ 10 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી જાહેર રજાના દિવસ સિવાય સવારના 11 વાગ્યાથી બપોરના 03-00 વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અ ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે
ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 18 નવેમ્બર શુક્રવારના રોજ સવારે 11 કલાકથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની ચેમ્બરમાં,બીજો માળ તાલુકા સેવા સદન વણીકર ક્લબની સામે મહેસાણા ખાતે હાથ ધરવામાં આવશે
21 નવેમ્બર 2022ના રોજ બપોરના 03-00 વાગ્યા પહેલાં ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે
મતદાન કરવાનું થશે તો 05 ડિસેમ્બરના રોજ સવારના 08 વાગ્યાથી સાંજના 05-00 વાગ્યા વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારી આર.આર.જાદવ 25 મહેસાણા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે