Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

કડી (અ.જા) વિધાનસભા મત વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઇ

Written by

 

24 કડી (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાન્ત અધિકારી કડી દ્વારા વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઇ છે.

ચૂંટણી અધિકારી,24-કડી(અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી ઠે. કડી પ્રથમ માળ,તાલુકા સેવા સદન,કરણનગર રોડ, કડીની ચેમ્બરમાં  અથવા મદદનીશ ચૂંટણી અધિકારી 24-કડી (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રીની ચેમ્બરમાં ઠે. પ્રથમ માળ,તાલુકા સેવા સદન કરણનગર રોડ કડી ખાતે 10 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી (જાહેર રજા સિવાય) સવારના 11 કલાકથી બપોરના 03 વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલા ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે.

ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ સવારના 11 વાગ્યાથી ચૂંટણી અધિકારી 24-કડી (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી કડીની ચેમ્બરમાં ઠે.પ્રથમ માળ તાલુકા સેવા સદન કરણનગર રોડ કડી ખાતે હાથ ધરવામાં આવશે

21 નવેમ્બરના બપોરના 03 કલાક પહેલાં ઉમેદવારી પત્ર ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. જો મતદાન કરવાનું થશે તો 05 ડિસેમ્બરના રોજ સવારે 08 વાગ્યાથી સાંજના 05 વાગ્યા વચ્ચે થશે  તેમ પી.સી દવે ચૂંટણી અધિકારી 24-કડી (અ.જા) વિધાનસભા મતવિભાગ-વ પ્રાંત અધિકારી કડ઼ીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *