માણસા કોલેજ શોપિંગ સેન્ટરમાંથી એક્ટિવાની ચોરી
સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ
માલિકે માણસા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરીયાદ
માણસા ખાતે આવેલ કોલેજ શોપિંગ સેન્ટરમાંથી એક્ટિવાની ચોરી ઘટના સામે આવી છે. જે સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેને લઇ એક્ટિવા માલિકે માણસા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી
માણસા કોલેજ શોપિંગ સેન્ટરમાંથી એક્ટિવાની ચોરી થઇ હતી….આનંદપુરા સોલૈયા ગામે રહેતા રણજીતકુમાર પટેલ જીજે 18 સી કે 6437 નંબરનું એક્ટિવા લઇને માણસા કોલેજ શોપિંગ સેન્ટર ખાતે આવેલ આરતી ઇલેક્ટ્રોનિક દુકાનમાં કામ અર્થે આવ્યા હતા….કામ પૂર્ણ કરી તેઓ એક્ટિવા લેવા ગયા ત્યારે સ્થળ ન મળતાં આસપાસ શોધખોળ હાથ ધરી હતી….એક્ટિવા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી…..જેમાં એક યુવક એક્ટિવા લઇને જતો નજરે પડે છે…..એક્ટિવા ચોરી અંગે રણજીતભાઇએ માણસા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી